વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની દીકરી ઘરેથી નીકળી આસામ રાજ્યના નાગોન જિલ્લા ખાતે પહોંચી ગયેલ જેને આસામ રાજ્યના (નાગોન) બાળ સંભાળ ગૃહ ખાતે આશ્રય આપેલ જેની જાણકારી વડોદરા પોલિસને માલુમ પડેલ જેને ધ્યાને લઇ વડોદરા પોલીસ કર્મચારી સંજયકુમાર અર્જુનભાઈ દ્વારા થયેલ ઉત્તમ કામગીરીથી આસામ ખાતેથી લઈ આવેલ ત્યારબાદ બાળક અને બાળકના માતાને બાળ કલ્યાણ સમિતિ-વડોદરા સમક્ષ રજુ કરેલ તથા સમિતિ દ્વારા બાળકને તેના માતા ને સોંપી સુખદ મિલન કરાવેલ.
સમગ્ર પ્રક્રિયાના મધ્યબિંદુમાં બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખી બાળ સુરક્ષા એકમના-વડોદરાના સુરક્ષા અધિકારી રિતેશ ગુપ્તા તેમજ કાઉન્સેલર જાગૃતિ પટેલ દ્વારા સમગ્ર સંકલન કરવામાં આવેલ હતું. તેમજ બાળ સમિતિ વડોદરાના ચેરમેનશંકરલાલ ત્રિવેદી, સભ્ય ભારતીબેન બારોટ, સભ્ય મણીલાલ વાછાણી, શૈલેશસિંહ પરમાર, તેમજ ઘનશ્યામભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ અને થયેલ બાળકલક્ષી કામગીરી ને બિરદાવેલ.
Reporter: admin