વડોદરા : નવલખી મેદાન સામે કલાભવન ગ્રાઉન્ડ ખાતે "ઇન્ડીયન માર્કેટ" ખાતે દુકાનનું ૨૦,૨૧માં ગોંધી રાખી બાળ મજુરી કરતા બાળકોને દુકાન માલીક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર A.H.T.U. ટીમ રાવપુરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન A.H.T.U. ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે, 'નવલખી મેદાન સામે કલાભવન ગ્રાઉન્ડ ખાતે તીબેટીયન માર્કેટ તથા તેની બાજુમાં ઇન્ડીયન માર્કેટ ભરાયેલ છે જેમા આવેલ અલગ અલગ દુકાનનાં માલીકો નાના છોકરાઓ પાસેથી બાળ મજુરી કરાવી તેઓનુ આર્થીક તેમજ માનશીક શોષણ કરે છે ” તેવી હકીકત મળેલ જે આધારે કલાભવન ગ્રાઉન્ડ ઇન્ડીયન માર્કેટમાં આવેલ દુકાન ને જી-૨૦,૨૧ નંબરની દુકાનમાં ચેક કરતા જેમાં (૧) ઉ.વ. ૧૪ વર્ષ ૦૮ દિવસ (જન્મ તા.૨૫/૧૧/૨૦૧૪) તથા નં (૨) ઉ.વ ૧૭ (જન્મ તા ૨૫/૦૮/૨૦૦૭) નીના બાળકો કામ કરતા જણાઇ આવતા સદર દુકાન માલીકે સગીર બાળકોનું માનસિક તથાઆર્થીક શોષણ કરેલ હોય
જેથી સદર દુકાન માલીક અવિનાશભાઇ અશોકભાઇ ચૌહાણ રહે-સુંદરપુરા ગામ પટેલ ફળીયા હનુમાનદાદાના મંદીર પાસે તા.જી વડોદરા નાઓ વિરુધ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૯ મુજબની ફરીયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા ઉપરોક્ત બાળકોને બાળમજુરી માંથી મુક્ત કરાવી તેના માતા-પિતા ને સોંપવામાં આવેલ છે.
Reporter: admin