વડોદરા : શહેરના માંજલપુર ઈવા મોલમાં ચાલતી મલ્ટિપ્લેક્ષમાં પુષ્પા 2 ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટ્યા હતા. તેવામાં આ શો સમયસર શરૂ નહીં થતા ચાહકોએ ચિચ્યારી પાડી હોબાળો મચાવ્યો હતો.

આખરે મલ્ટિપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો. માંજલપુર ઇવા મોલમાં સવારનો પ્રીમિયર શો 8.30 કલાકનો હતો. જે સમયસર શો શરૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી. જેના કારણે મલ્ટિપ્લેક્ષના સંચાલકો પણ દોડતા થયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂ કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો.અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ અને પુષ્પા-ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે.

આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઈલ્ડ ફાયર છે. બદલાની સ્ટોરી પુષ્પા 2માં બતાવવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે રહેશે ત્યારે આજે સવારે પ્રીમિયર શોમાં માજલપુરના ઇવા મોલમાં ચાહકો પહોંચ્યા હતા. આ પ્રીમિયરસો 8:30 કલાકનો હતો. જોકે તે સમયસર શરૂ નહીં થતા ચાહકો રોષે ભરાયા હતા અને બૂમરાણ મચાવી હતી. જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાડે પડ્યો હતો.

Reporter: admin