News Portal...

Breaking News :

વેલારી ગામ પાસે 10 ફૂટ લાંબા કોબ્રાનું સફળ રેસ્ક્યુ, બે કલાકની જહેમત બાદ સાપને અપાયું જીવનદાન

2026-08-05 12:22:58
વેલારી ગામ પાસે 10 ફૂટ લાંબા કોબ્રાનું સફળ રેસ્ક્યુ, બે કલાકની જહેમત બાદ સાપને અપાયું જીવનદાન

છોટાઉદેપુર: જિલ્લાના નસવાડી તાલુકાના વેલારી ગામના સિંધીકુવા રોડ પર આવેલી એસ.આઈ. ટ્રેડર્સ ફેક્ટરી નજીક એક વિશાળ કોબ્રા સાપ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રોડની બાજુમાં આવેલા દરમાં સાપ ઘૂસી જતાં લોકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

ઘટનાની જાણ નસવાડીની સ્નેક્સ લવર ટીમના ચિરાગભાઈને કરવામાં આવતા તેઓ પોતાની ટીમના સભ્ય સંજયભાઈ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.

લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ટીમે દરમાંથી આશરે 10 ફૂટ લાંબા કોબ્રા સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સાપને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર નસવાડી વિસ્તારના જંગલમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

કોબ્રાના સફળ રેસ્ક્યુ બાદ વેલારી ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો તથા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ સ્નેક્સ લવર ટીમની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post