જનરલ ઓબ્ઝર્વર શ્રી જી. જગદીશા, પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુમારે મતગણના માટેની તૈયારીઓની સમીક્ષા કરી.લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક માટે મતગણના જ્યાં થવાની છે, એ સ્થળ પોલિટેકનિકની આજે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ ઉપરાંત જનરલ ઓબ્ઝર્વર શ્રી જી. જગદીશા, પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુમારે સંયુક્ત નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી પોલિટેકનિકમાં મતગણના કેન્દ્ર બનાવવાનું છે. મતદાન પ્રક્રીયા પૂર્ણ થયા બાદ અહીં જ સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ મશીનો ચાંપતા સુરક્ષા બંદોબસ્ત સાથે રાખવામાં આવશે. તે બાબતના આયોજન અંગે ઉક્ત અધિકારીઓએ ત્યાં જઇ સમીક્ષા કરી હતી.
અહીં સ્ટ્રોંગ રૂમ, મતગણતરી રૂમ, પોસ્ટલ બેલેટરૂમ, ચૂંટણીકર્મીઓ, ઉમેદવારોના પ્રતિનિધિઓને આવાગમન માટેના માર્ગ, સીસીટીવી કેમેરા સહિતની બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ અધિકારીઓએ પોલિટેકનિકના તમામ રૂમની મુલાકાત લીધી હતી.આ મુલાકાત વેળાએ સંયુક્ત પોલિસ કમિશનર શ્રી મનોજ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંક, કાર્યપાલક ઇજનેર શ્રી સાહસ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus