News Portal...

Breaking News :

BSNLએ તેના ગ્રાહકો માટે નવા વર્ષની મોટી ભેટ દેશભરમાં WiFi(VoWiFi) સેવા સત્તાવાર રીતે શરૂ

2026-01-02 10:10:05
BSNLએ તેના ગ્રાહકો માટે નવા વર્ષની મોટી ભેટ દેશભરમાં WiFi(VoWiFi) સેવા સત્તાવાર રીતે શરૂ


દિલ્હી : ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના ગ્રાહકો માટે નવા વર્ષની મોટી ભેટ આપતા 1 જાન્યુઆરી, 2026થી દેશભરમાં Voice over WiFi(VoWiFi) સેવા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. 



આ સુવિધા BSNLના કરોડો યુઝર્સ માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે હવે ગ્રાહકો નબળા અથવા બિલકુલ નેટવર્ક ન હોય તેવા વિસ્તારોમાં પણ માત્ર Wi-Fi કનેક્શનની મદદથી હાઈ-ક્વોલિટી વૉઇસ કોલ અને મેસેજ કરી શકશે. ખાસ વાત એ છે કે આ સેવા ભારતભરના તમામ સર્કલોમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે, જેનાથી યુઝર્સ તેમના હાલના મોબાઈલ નંબર પર જ વાઈ-ફાઈ કોલિંગનો લાભ ઉઠાવી શકશે અને તેના માટે કોઈ વધારાની થર્ડ-પાર્ટી એપ્લિકેશનની જરૂર પડશે નહીં.

Reporter: admin

Related Post