News Portal...

Breaking News :

બંજી જમ્પિંગ દુર્ઘટના: સુરક્ષા દોરડું વગર જમ્પ કરાવાતા યુવતીનું કરુણ મોત

2026-06-14 14:44:10
બંજી જમ્પિંગ દુર્ઘટના: સુરક્ષા દોરડું વગર જમ્પ કરાવાતા યુવતીનું કરુણ મોત


  • બંજી જમ્પિંગ દુર્ઘટના: સુરક્ષા દોરડું વગર જમ્પ કરાવાતા યુવતીનું કરુણ મોત
  • બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક એડવેન્ચર સ્પોર્ટ્સ દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં 24 વર્ષની યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, યુવતીે 35 મીટર ઊંચા એક બંધ પુલ પરથી બંજી જમ્પિંગ કર્યું હતું, પરંતુ એ સમયે સુરક્ષા દોરડું (બંજી કોર્ડ) યોગ્ય રીતે બાંધવામાં આવ્યું ન હતું. પરિણામે તે સીધી નીચે પટકાઈ ગઈ અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું.આ અકસ્માત ‘પોન્ટે ડો એસ્કેલેટો’ નામના બંધ પુલ પર થયો હતો, જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હોવા છતાં એડવેન્ચર પ્રવૃત્તિઓ માટે અનૌપચારિક રીતે ઉપયોગમાં લેવાતો હતો.

    રિપોર્ટ મુજબ, યુવતીે વીડિયો શૂટ અને બંજી જમ્પિંગ અનુભવ માટે ખાનગી કંપનીને રૂપિયા ચૂકવ્યા હતા. અગાઉના કેટલાક જમ્પ સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે ગંભીર બેદરકારી સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્રૂ મેમ્બર્સ દ્વારા જરૂરી સુરક્ષા તપાસ કરવામાં આવી નહોતી અને યુવતીને જમ્પ માટે તૈયાર કરતી વખતે ભૂલ થઈ હતી. આ લાપરવાહીના કારણે આ દુર્ઘટના બની.ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કેટલાક સ્ટાફ સભ્યોને અટકાયતમાં લીધા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાએ એડવેન્ચર સ્પોર્ટ્સમાં સુરક્ષા નિયમોની કડક અમલવારીની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.

    Reporter: admin

    Related Post