News Portal...

Breaking News :

બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ૫૧ ધર્મ પ્રેમી પવિત્ર યુગલોનું સન્માન કાર્યક્રમ યોજાયો.

2024-12-24 17:10:17
બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ૫૧ ધર્મ પ્રેમી પવિત્ર યુગલોનું સન્માન કાર્યક્રમ યોજાયો.


પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીયવિશ્વ વિદ્યાલય અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પવિત્રતા અને આધ્યાત્મિક નિયમો સાથે સંયમનું પાલન કરીને પોતાના પરિવાર પ્રત્યે ભક્તિભાવ સાથે ઘર સંભાળીને દિવ્ય જ્ઞાનમાં ચાલનારા ૫૧ પવિત્ર યુગલોનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં સાકર બ્રહ્માબાબાના ઉછેરમાં ઉછરેલા કારેલીબાગ સેવા કેન્દ્ર ઈન્ચાર્જ બી.કે.ચંપા બહેન અને બી.કે. ડો,જયંતભાઈજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ લોકોના પ્રેરણા સ્ત્રોત એવા આશીર્વાદરૂપ દંપતી બી.કે.ચંપાબેન અને બી.કે.ડો.જયંતભાઈને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ બધા યુગલોનું સુંદર તાજ તિલક અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.સેવા કેન્દ્રના ઈન્ચાર્જ બી.કે. ડો, અરુણા બહેનેને પરમાત્માની કૃપાપાત્ર રચના એવા પવિત્ર દંપતીઓ પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ આધુનિક સાંપ્રદ સમયમાં ધાર્મિક અને પવિત્ર જીવન માટે ભગવાન શિવ પિતાના ઘરે તમારું સન્માન થઈ રહ્યું છે, 


આ કળિયુગના સમયમાં પરમાત્માએ રચેલા આ સંગમ યુગની સૌથી મોટી ભેટ અને ઈશ્વરીય આશીર્વાદ મળ્યા છે. બી.કે.ચંપાબેને જણાવ્યું કે, પરમાત્મા શિવ પિતાએ ઈશ્વરીય દંપતિઓને સમાજમાં દૃષ્ટાંત સમાં છે. આપણી મન ની સ્થિતિ જેટલી સારી હશે, તેટલા જ લોકો આપણને સારી દૃષ્ટિથી જોશે  અને કહેશે કે આ કલયુગી દુ:ખ અને અશાંતિ વાળી દુનિયામાં હસતા ચહેરાવાળા કોણ  હશે ?ડો.જયંતભાઈએ જણાવ્યું કે આખી દુનિયાનો જે ખેલ ચાલી રહ્યો છે. તે જીવન માટે જ ચાલી રહ્યો છે, દરેક વ્યક્તિ ને સારું અને સુખી જીવન જોઈએ છે, તો આપણને એવું જીવન ઈશ્વરીય જ્ઞાન દ્વારા જ મળી શકે છે. અને સાથે તેમના આ સુંદર જીવનના અનુભવ પણ બતાવ્યા કે કેવી રીતે પરમાત્મા ની શક્તિથી શ્રેષ્ઠ સ્થિતિ બનાવી છે.અંતમાં બ્રહ્માકુમાર  ભાઈઓ અને બહેનોએ તેમના જીવનના અનુભવો વર્ણવ્યા કે કેવી રીતે આ દૈવી શક્તિ અને તેના જ્ઞાને તેમને જીવનની પરિસ્થિતિઓમાં થી પસાર થવામાં મદદરૂપ થઇ.

Reporter: admin

Related Post