News Portal...

Breaking News :

ઘનશ્યામ મહારાજ દ્વિદશાવદી 20મો પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તથા બાળ બાલિકા, કિશોર

2024-05-26 19:29:35
ઘનશ્યામ મહારાજ દ્વિદશાવદી 20મો પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તથા બાળ બાલિકા, કિશોર


આજરોજ પૂજ્ય સદગુરુશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ વરદ હસ્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંતોએ તથા હરિભક્તોએ 1200 થી વધુ બ્લડની ડોનેટ કર્યું હતું. પૂજ્યપાદ ગુરુજી તથા સંતોના વરદ હસ્તે બાલ બાલિકા તથા કિશોર કિશોરી શિબિરની પૂર્ણાહુતિ સમયે પૂજ્યપાદ ગુરુજીએ બાળકો તથા કિશોરોને ઘનશ્યામ મહારાજ નું સ્વરૂપ યાદ રાખવાનું અને તેમના જીવન ઉપયોગી બોધપાઠ આપવામાં આવ્યો હતો.



યુવા-યુવતી શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે  5000 થી વધુ  યુવક - યુવતીઓએ અને ટકોર કરતા પૂજ્ય ગુરુજીએ જણાવ્યું કે "જ્ઞાન સમજણની દ્રઢતા કરે તો જ જ્ઞાન ટાણે યાદ રહે". તદઉપરાંત ગુરુજીએ કહ્યું હતું કે "સમજણમાં જ સાચું સુખ રહેલું છે" જેવા વિવિધ ઉદ્દેશ્યપૂર્ણ જીવનના બોધપાઠો ગુરુજીએ યુવા-યુવતી શિબિરના અંતે આપ્યા હતા.રવિસભા એવમ ભવ્ય સંત સંમેલનમાં વિવિધ દેશના સંતોના મંડળ પધારી દિવ્ય મહોત્સવમાં આશિરવચનો આપ્યા હતા. તથા આ પ્રસંગે પ.પૂ.સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામના વરદ હસ્તે એક નવું નજરાણુ 3D(થ્રીડી) રાસને લોન્ચ કરવામાં આવ્યું.



આવતીકાલે સવારમાં 7:00 વાગે પૂજ્ય સંતો દ્વારા 6,000 થી વધુ હરિભક્તો ને મહાપૂજામાં બેસવાનો અલભ્ય લાભ માટેનું આયોજન કરવામાં આવેલ છે.

Reporter: News Plus

Related Post