News Portal...

Breaking News :

ગળતેશ્વર તાલુકામાં કેમિકલ યુક્ત તાડી નુંખુલ્લેઆમ વેચાણ થતા ક્યારેક લઠ્ઠાકાંડ નોતરવાની દહેશત

2024-05-26 19:25:48
ગળતેશ્વર તાલુકામાં કેમિકલ યુક્ત તાડી નુંખુલ્લેઆમ વેચાણ થતા ક્યારેક લઠ્ઠાકાંડ નોતરવાની દહેશત


ગળતેશ્વર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા ઘણા સમયથી તાળીનું ખુલ્લેઆમ વેચાણ થાય છે ત્યારે આ તાળી કેમિકલ દ્વારા બનાવવામાં આવતી હોવાનું લોક વાયતે   જાણવા મળી રહ્યું છે.ત્યારે આ વિસ્તારમાં આ કેમિકલ યુક્ત તાડી થી ક્યારેક મોટો લઠ્ઠાકાંડ થાય તેવી દહેસ્ત ફેલાઈ રહી છે જોડે જોડે લોકોના આરોગ્ય સાથે પણ મોટા છેડા થાય છે 


ત્યારે આ બાબતે ગળતેશ્વર પોલીસને અવારનવાર પ્રજા દ્વારા આ બાબત ની જાણ કરવા છતાં પણ મૂંગા મોડે આ તાળી નો વેપલો પોલીસ ચાલવા દે છે તેની પાછળ કારણ શું તેવા અનેક સવાલો ઉઠવા પામેલ છે.ગળતેશ્વર તાલુકામાં ભાગ્ય જ કોઈક જગ્યા ઉપર તાડ નાં વૃક્ષ જોવા મળતું હોય છે ત્યારે આ તાળીના ધંધા કરનારાઓ આટલી મોટા માત્રામાં તાડી ક્યાંથી લાવે છે એવા અનેક  સવાલો પ્રજામાં ઉઠવા પામ્યા છે.જ્યારે પણ આ તાળી વેચનારાઓને પકડવામાં આવે ત્યારે માત્ર બતાવવા પૂરતો કેસ કરી છોડી મૂકવામાં આવે છે ત્યારે આ તાળીના સેમ્પલ  કોઈ લેબોરેટરીમાં કેમ મોકલવામાં આવતા નથી અને  તે ની સામે કેમ ચોક્કસ કાર્યવાહી કરવામા કરવામાં આવતી નથી એ એક સવાલ પ્રજા જતોમાં ચર્ચાઈ રહીયો  છે 


    ત્યારે દિન-પ્રતિદિન તાળી નો વેપલો કરતા લોકો અહીં બિલાડી ની ટોપ ની જેમ વધવા લાગ્યા છે ત્યારે આ તાળીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે મોટા છેડા થઈ રહ્યા છે અને આ કેમિકલ યુક્ત તાળીના કારણે ક્યારેક આ વિસ્તારમાં મોટી જાન હાની થાય કે લઠ્ઠાકાંડ નોતરે તેમાં કોઈ નવાઈ રહી નથી ત્યારે આ બાબતે અહીંની પ્રજાએ ઉચ્ચ  અધિકારીઓ જાતે તપાસ કરી તાડી વેચનારાઓ સામે યોગ્ય પગલા ભરે એવી આ વિસ્તારની પ્રજાની  માંગ ઉઠવા પામી છે.


રિપોર્ટર : પ્રજ્ઞેશ પટેલ

Reporter: News Plus

Related Post