બલોચ : પાકિસ્તાન ત્રણ મોરચે હુમલાઓનો સામનો કરી રહ્યું છે. એક તરફ તે ભારત અને અફઘાનિસ્તાનથી હારનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ બલુચિસ્તાન આર્મીના બળવાનો સામનો કરી રહ્યું છે.

આ દરમિયાન, એવા અહેવાલ છે કે પાકિસ્તાને તેનું એક શહેર ગુમાવ્યું છે. BLA એ સુરાબ શહેરનો કબજો મેળવી લીધો છે.ધ બલુચિસ્તાન પોસ્ટે અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સેંકડો સશસ્ત્ર લડવૈયાઓએ સુરાબ પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશન, બેન્ક અને અનેક સરકારી કચેરીઓ પર કબજો કર્યો. તેમણે અહીં હાજર સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો છીનવી લીધા.

આ સાથે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સશસ્ત્ર બલુચ લડવૈયાઓએ ઘણા અધિકારીઓને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે.તેમજ હુમલા દરમિયાન, બલૂચ લડવૈયાઓએ ઘણા સરકારી વાહનોને આગ ચાંપી દીધી છે. આ સાથે, તેમણે ક્વેટા-કરાચી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સુરાબ-ગિદ્દર સહિતના મુખ્ય રસ્તાઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ કારણે, આ સ્થળનો લોકોથી સંપર્ક કપાઈ ગયો છે.
Reporter: admin







