News Portal...

Breaking News :

કડીમાં ભાજપની જીત: વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત

2025-06-23 16:22:52
કડીમાં ભાજપની જીત: વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત


કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર
અમદાવાદ : વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. 


મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ત્યારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. 


ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે  કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે. 13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.

Reporter: admin

Related Post