News Portal...

Breaking News :

વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર તો કડીમાં કોંગ્રેસ અને ભાજપ ટક્કર જામી

2025-06-23 16:18:44
વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર તો કડીમાં કોંગ્રેસ અને ભાજપ ટક્કર જામી


અમદાવાદ : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે જેને લઈને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. 


બન્ને બેઠકો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે. વિસાવદરમાં સવારે 9 વાગ્યા સુધી ગોપાલ ઈટાલીયા આગળ હતા જ્યારે 10 વાગ્યા બાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ ચાલી રહ્યાં છે. વિસાવદરમાં છઠ્ઠા રાઉન્ડની મતગણતરીમાં ભાજપને 19,515 મત, કોંગ્રેસને 1800 મત અને આમ આદમી પાર્ટીને 19,053 મત મળ્યાં છે. જેથી ભાજપ 462 લીડ સાથે આગળ છે.કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, ચોથા રાઉન્ડ સુધીની મતગણતરીમાં આમ આદમી પાર્ટીને માત્ર 540 મત મળ્યાં હતા. જ્યારે ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 16,587 મતો મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 9,776 મતો મળ્યા હતા. 


ચાર રાઉન્ડ સુધી કડીમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. કડીમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ખરાબ હારનો સમનો કરવો પડી શકે છે. કડી વિધાનસભા બેઠક પર અત્યારે મતગણતરીનાં આંકડા જોતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.કઈ પાર્ટીના ઉમેદવારની જીત થયા છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જવાનું છે. આ બે બેઠકો ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. કડી અને વિસાવદર બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે. કોના ફાળે બેઠક જાય તેવું ચોક્કસ કરી શકાય નહીં. કારણે કે, દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ જામેલો છે. જો કે, વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કરમાં છે તો કડીમાં કોંગ્રેસ અને ભાજપ ટક્કરમાં ચાલી રહ્યાં છે.

Reporter: admin

Related Post