દિલ્હી: રાજ્યમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી છે. ગુરુવારે 20 ફેબ્રુઆરી રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં બપોરે ૧૩:૩૫ કલાકે ૨૬ વર્ષ બાદ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ગત 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપ માત્ર 3 અને 8 બેઠકો સુધી જ સીમિત રહી હતી. છેલ્લી ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર AAP આ વખતે માત્ર 22 બેઠકો જ જીતી શકી છે.
દિલ્હી ભાજપ ધારાસભ્ય દળના નેતા રેખા ગુપ્તાએ રાજભવન ખાતે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.કુલ ૭૦માંથી ૪૮ બેઠકો ભાજપે જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવી હતી. પરિણામો જાહેર થયાના ૧૦ દિવસ બાદ અંતે મુખ્યમંત્રી કોણ બનશે તે સસ્પેંશનનો પણ અંત આવ્યો હતો. દિલ્હીની ગાદી સંભાળનારા રેખા ગુપ્તાએ દિલ્હીની શાલીમાર બેઠક પરથી આપના ઉમેદવાર વંદના કુમારીને ૨૯ હજાર મતોથી હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા રેખા ગુપ્તા બે વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. તેઓ બાળપણથી રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના સભ્ય રહ્યા છે. સંઘની વિદ્યાર્થી શાખા એબીવીપી દ્વારા તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
Reporter: admin