News Portal...

Breaking News :

પ્રથમ વખત ભારતની ધરતી પર રમાશે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ, PM મોદીની મોટી જાહેરાત

2026-07-10 10:31:34
પ્રથમ વખત ભારતની ધરતી પર રમાશે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ, PM મોદીની મોટી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી ઐતિહાસિક જાહેરાત કરતાં જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ક્રિકેટ લીગ બિગ બેશ લીગ (BBL)નું 2026-27 સીઝનનું ઓપનિંગ મેચ ભારતના ચેન્નાઈમાં રમાશે. આ સાથે પ્રથમ વખત કોઈ વિદેશી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગનો સત્તાવાર મુકાબલો ભારતની ધરતી પર યોજાશે.

PM મોદીએ જણાવ્યું કે 12 ડિસેમ્બરે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમમાં BBLનું પ્રથમ મેચ યોજાશે. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ પણ હાજર રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે બિગ બેશ લીગના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે લીગનો કોઈ મુકાબલો ઓસ્ટ્રેલિયાની બહાર યોજાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે આ નિર્ણય ભારત જેવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ બજારમાં પોતાની પહોંચ વધારવા અને લીગને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારતમાં BBLના આયોજનથી ભારતીય ક્રિકેટ ચાહકોને આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝી ક્રિકેટનો અનોખો અનુભવ મળશે, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રમતગમતની ભાગીદારીને પણ વધુ મજબૂત બનાવશે.

Reporter: admin

Related Post