વડોદરા : શહેરના સમા વિસ્તારમાં અજિતા નગરમાં વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ પહોંચ્યા હતા. તેઓની સાથે ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ હાજર હતા.
સ્થાનિક રહીશોએ ભાજપના સ્થાનિક આગેવાનોને હાથ જોડી કહ્યું,જય સિયારામ અહીંથી જાઓ.પુર પીડિત પરિવારજનોને નીચેના માળે સહાય આપવાના બદલે ત્રીજા માળે વસ્તુઓ મોકલાવતા હતા.જેથી જરૂરિયાતો ખરેખર પુડપીડિતોને પહોંચતી ન હતી.
વિશ્વામિત્રી નદીમાં પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી તેવું રોષ પૂર્વક સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.સ્થાનિકે સવાલ પૂછ્યો શું નુકસાનની ભરપાઈ કરવા માટે હા કહેવાની તાકાત છે? બાળકૃષ્ણ શુક્લાએ ના પાડતા સ્થાનિકે કહ્યું તાકાત ન હોય તો ચાલતી પકડો.લોકોનો ઉગ્ર રોષ જોઈ નેતાઓએ ચાલતી પકડી હતી.
Reporter: admin