- ખજૂરની પેસી ચોખાના ઓસમણ સાથે મેળવી વાટી તેમાં મીઠુ મેળવીને નાના બાળકોને બે થી ત્રણ વખત આપવાથી નબળા, કાંતાઈ ગયેલા બાળકો રૂસ્ટપુષ્ટ બને છે.
- એક ચમચી અંજીરનો રસ મધમાં મેળવી રોજ પીવાથી બાળકો શક્તિશાળી બને છે.
- સુવાનું પાણી નાના બાળકોને દિવસમાં બે થી ત્રણ વખત પાવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે.
- તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપા પાણીમાં નાખીને રોજ પીવડાવાથી બાળકના સ્નાયુ અને હાડકા મજબૂત બને છે.
- કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે.
- એક ચમચી સુવાનું પાણી દૂધ પીવડાવતા પેહલા પાવાથી બાળકોને થતી દૂધની ઉલટી મટે છે.
Reporter: admin