વડોદરા : એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો.

ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે ક્રોનકીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે

ત્યારે નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે ત્યારે વડોદરા શહેર નીલમબર પાસે આવેલ લાલગુરુ સર્કલ પાસે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઓને બચવા માટે ચકલીઓ ના ઘરનું વિતરણ કરવામાં જેમાં ૧ એક હજાર થી વધુ ધરોનું વિતરણ કરાયું હતું.





Reporter: admin