માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.
દિવેલ ગરમ કરીને વારંવાર વાળ પર લગાડવાથી વાળ ખરસે નહીં.
ખાંડ અને લીબુંનો રસ બને ભેગા કરી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રહમી સરખા ભાગે લઇ વાટીને પાવડર બનાવી, તેને સવાર - સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
વાળ ખરી પડતા હોય તો તેમાં ગોરાડું માટી પલાળી, લીબુંના રસમાં મેળવી ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.
ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી ઉકાળી, એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
Reporter: admin