દેવભૂમિ દ્વારકા: 28 બેઠકવાળી સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયામાં 15 બેઠક પર કોંગ્રેસ અને 13 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.
આ સિવાય ભાજપ હજુ સુધી ખાતું પણ ખોલી નથી શક્યું. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપ સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખૂલ્યુંં નથી.ભાવનગરના તળાજા પાલિકા વોર્ડ નંબર 4માં રિકાઉન્ટિંગમાં પરિણામ બદલાઈ ગયું છે. રિકાઉન્ટિંગ બાદ કોંગ્રેસની પેનલની બદલે ભાજપનો વિજય થયો છે.
જેના કારણે કોંગ્રેસનો જશ્નનો માહોલ શાંત થઈ ગયો છે અને ભાજપે જશ્ન શરૂ કર્યો છે.અમદાવાદ મનપા ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પેટલની જીત થઈ છે. પાટણ જિલ્લાના ચાણસ્મા નગર પાલિકાની બેઠકમાં પરષોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં. બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે.
Reporter: admin