News Portal...

Breaking News :

શાસક આયતુલ્લાહ ખામેનાઈએ વિરોધ કરનારા આંદોલનકારીઓને દેખો ત્યાં ઠાર મારોના આદેશ

2026-01-14 13:12:17
શાસક આયતુલ્લાહ ખામેનાઈએ વિરોધ કરનારા આંદોલનકારીઓને દેખો ત્યાં ઠાર મારોના આદેશ


ઈરાનમાં દેખાવોનું ભયાનક સ્વરૂપ, 2000થી વધુ લોકોના મોત! ટ્રમ્પે કહ્યું મદદ પહોંચી રહી છે!


તહેરાન : ઇરાનમાં ઇસ્લામિક શાસક આયતુલ્લાહ અલી ખામેનાઈએ વિરોધ કરનારા આંદોલનકારીઓને દેખો ત્યાં ઠાર મારોના આદેશ જાહેર કર્યા છે. જેને પગલે ઇરાનમાં ઇસ્લામિક શાસન, મોંઘવારી, બેરોજગારી, ગરીબીથી આઝાદી મેળવવા માટે આંદોલન ચલાવી રહેલા નાગરિકોનો મૃત્યુઆંક વધીને બે હજારને પાર જતો રહ્યો છે. આ નરસંહારને પગલે હવે અમેરિકા ગમે ત્યારે ઇરાન પર હુમલા કરી શકે છે. કતારમાં અમેરિકાનું સૈન્ય મથક આવેલુ છે જ્યાંથી ઇરાન પર હુમલાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો છે.આંદોલન વચ્ચે ઇરાનના પ્રતિનિધિઓ સાથે અમેરિકા દ્વારા વાટાઘાટો ચાલી રહી હતી, જેને અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પે અચાનક જ રદ કરી દીધી છે. 


ઇરાનમાં એક સાથે અનેક નાગરિકોના હત્યાકાંડને પગલે ટ્રમ્પ રોષે ભરાયા હોવાના અહેવાલો છે. મંગળવારે ટ્રમ્પે ઇરાનના આંદોલનકારીઓને કહ્યું હતું કે બહુ જ ટૂંક સમયમાં તમારા સુધી મદદ પહોંચતી થઇ જશે. તમારા દેશની સંસ્થાઓ પર કબજો કરવાનું શરૂ કરી દો.  ઇરાનમાં ખામેનાઈ પ્રશાસને સમગ્ર દેશમાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. જેને પગલે ઇરાન ઇન્ટરનેટ મામલે સમગ્ર વિશ્વથી એક રીતે વિખુટુ પડી ગયું છે. હાલમાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે હિંસક બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હિંસા વિરોધી પોલીસ દળ જ હિંસા પર ઉતરી આવ્યું છે. હેલમેટ અને બોડી આર્મર પહેરીને હાથમાં બેટન લઇને નાગરિકો પર તુટી પડયા હતા. શોટગન્સ, ટીયર ગેસ લોન્ચર્સ સહિતના સાધનોનો ઉપયોગ આ આંદોલનને કચડવા માટે થઇ રહ્યો છે.

Reporter: admin

Related Post