News Portal...

Breaking News :

અવનવી વાનગી : ગ્રીન મસાલા ભાખરી બનાવવાની રીત

2025-03-01 15:09:21
અવનવી વાનગી : ગ્રીન મસાલા ભાખરી બનાવવાની રીત


ગ્રીન મસાલા ભાખરી બનાવવા માટેની સામગ્રી માટે 1 કપ ઘઉનો જાડો લોટ, 1 કપ જીણો લોટ,ત્રણ થી ચાર લસણની કડી, 1 બાઉલ સમારેલી કોથમીર, 1 કપ ફુદીનો, 1 ચમચી સફેદ તલ, મીઠુ, તેલ અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.


કોથમીર, ફુદીનો અને લસણની કડીને મિક્ષર જારમાં એક ચમચી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી. પેસ્ટમાં સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી લેવું. એક વાસણમાં બને લોટ લઇ તેમાં મોણ ઉમેરવું. 


આ લોટમાં પેસ્ટ ઉમેરી પાણી ઉમેરી લોટ બાંધવો. હવે લોટના લુઆ કરી ભાખરી વણી તવા પર તેલ મૂકી ભાખરી સેકી લેવી. આ ભાખરી ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.

Reporter: admin

Related Post