કટલેસ બનાવવા માટેની સામગ્રીમાં 800 ગ્રામ બટાકા, એક ચમચી લીલા ચોપ કરેલ મરચા, એક નઁગ લીબું, 500 ગ્રામ મકાઈ, અડધો કપ દૂધ, બે ચમચી કોપરાનું છીણ, એક વાડકી ચોપ કરેલ કોથમીર, બે ચમચી તલ, બે ચમચી ખાંડ, તેલ જરૂર પ્રમાણે, મીઠુ સ્વાદ પ્રમાણસર, 50 ગ્રામ ટોસ્ટનો ભૂકો, જરૂરી છે.
બટાકા બાફી, છોલી, તેમાં મીઠુ, મરચાની પેસ્ટ, લીબું ઉમેરવું. મકાઈના ડોડાને બાફીને દાણા કાઢવા. ગેસ પર એક વાસણમાં બે ચમચી તેલ મૂકી સાંતડવા. કપોરાનું છીણ, મરચા, લીબું, મસાલા અને કોથમીર ઉમેરી તૈયાર કરવો. બટાકાનો માવાનો લુઓ લઇ, ખાડો કરી, તેમાં મકાઈનો મસાલો ભરી કટલેસનો આકાર આપો. તેને ટોસ્ટના ભુકામાં રગદોડી, તેલ ગરમ કરી તળી લેવી.
Reporter: admin