પડ વાળી ખારી પૂરી બનાવવા માટેની સામગ્રીમાં 2 કપ મેંદો, 1 કપ ઘઉં નો લોટ, 4 થી 5 ચમચી ઘી, 3 ચમચી મલાઈ, ચોખાનો લોટ અટામણ માટે, મીઠુ અને ઘી જરૂર પ્રમાણે જરૂરી છે.
બને લોટ ભેગા કરી તેમાં મલાઈ, ઘી, મીઠુ મરીનો ભૂકો ઉમેરી પુરી જેવો લોટ બાંધવો. મોટો રોટલો વણવો, ગેસ પર એક વાસણમાં ઘી અને અટામણ લઇ , ગરમ કરી, ઠંડુ પાડી ટે રોટલા પર ચોપડવું. પછી તેને ગોળ વીંટી લમચોરસ આકારમાં કાપી વેલણથી સહેજ વણવું અને તેલમાં તળી લેવું. આ રીતે કરવાથી પૂરી ખુબ સોફ્ટ બને છે.
Reporter: admin