News Portal...

Breaking News :

અવનવી વાનગી : ખોયા મખાના બનાવવાની રીત

2024-12-17 14:57:32
અવનવી વાનગી : ખોયા મખાના બનાવવાની રીત


ખોયા મખાના બનાવવા માટે 50 ગ્રામ માવો, 50 ગ્રામ મખાના, 2 છીણેલી ડુંગળી, 1 કપ ટામેટા પ્યુરી, 2 ચમચી ગરમ મસાલો, 5 વાટેલા લીલા મરચા, 1 ચમચી ધાણાજીરું, 3 ચમચી ઘી, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 100 ગ્રામ કાજુના ટુકડા, એલ ચમચી આદુ વાટેલું, 1 કપ મોળું દહીં, 1 કપ સમારેલી કોથમીર જરૂરી છે.


માવાને બે ચમચી ઘી મૂકી 5 મિનિટ ધીમી આંચ પર સેકવો. મખાના ને તેલમાં તળી લેવા. ગેસ પર એક વાસણમાં ટર ચમચી ઘી ગરમ કરી, તેમાં પાંચ થી સાત મિનિટ ડુંગળી સાંતડવી. પછી કાજુ ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતડવા. ત્યારબાદ ટમેટો પ્યુરી ઉમેરી પાંચ મિનિટ સુધી સાંતડવું. માવો બધો મસાલો, કોથમીર ઉમેરવા. તેમાં દહીં અને એક કપ પાણી ઉમેરી દસ મિનિટ સુધી ઉકળવા દેવા. પીરસતી વખતે કોથમીર અને મખાના ગ્રેવીમાં મેળવવા.

Reporter: admin

Related Post