News Portal...

Breaking News :

અવનવી વાનગી :  જુવાર બાજરીના રસિયા મુઠીયા બનાવવાની રીત

2025-02-20 13:28:19
અવનવી વાનગી :  જુવાર બાજરીના રસિયા મુઠીયા બનાવવાની રીત


સામગ્રીમાં 2 ચમચી જુવારનો લોટ, 2 ચમચી બાજરીનો લોટ, 2 ચમચી ચણાનો લોટ,1 વાડકી રાંધેલા ચોખા, 1 ચમચી જીરું, મરચું, હળદર, ધાણાજીરૂ, અજમો, ચપટી હિંગ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 2 ચમચી ગોળ અથવા ખાંડ ,1 ચમચી રાઈ,1 ચમચી લીબુંનો રસ અને જરૂરીયાત પ્રમાણે પાણી જરૂરી છે.


એક વાસણમાં રાંધેલા ચોખા, મરચું, હળદર, ધાણાજીરું, જીરું, અજમો, મીઠુ બધું મિક્સ કરી પાણી ઉમેરી લોટ બાંધી લેવો. હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું હિંગ તતડાવી લેવા. હવે તેમાં એક વાડકી પાણી ઉમેરી ગોળ ઉમેરી મિક્સ કરી લેવું. 


હવે તેના નાના મુઠીયા વાડી લેવા. મુઠીયા બની ગયા પછી એક વાસણમાં થોડુ પાણી ઉમેરી એજ પાણીમાં મુઠીયા ઉમેરી લીબુંનો રસ ઉમેરી મિક્સ કરી લેવું. આ મુઠીયામાં કોથમીર ભભરાવી શકાય છે. માત્ર થોડી મિનિટોમાં મુઠીયા તૈયાર થઇ જશે.

Reporter: admin

Related Post