News Portal...

Breaking News :

અમિત ખુંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ અને દીકરા રાજદીપસિંહની સંડોવણી હોવાનું અતાઉલે રિમાન્ડમાં કબુલ્યું

2025-09-24 10:09:37
અમિત ખુંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ અને દીકરા રાજદીપસિંહની સંડોવણી હોવાનું અતાઉલે રિમાન્ડમાં કબુલ્યું


ગોંડલ: અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોપટ લાખા સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહએ સરેન્ડર કર્યું છે. જે બાદ  પોલીસે અનિરુદ્ધસિંહ ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. તેમના એક સમયના નજીકના સાથી અતાઉલની પણ નાટ્યાત્મક રીતે આટલા મહિનાઓ બાદ અમિત ખુંટ કેસમાં પોલીસે ધરપકડ કરી. 


આ દરમિયાન મીડિયામાં સમાચારો વહેતા થયા હતા કે અમિત ખુંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહની સંડોવણી હોવાનું અતાઉલે રિમાન્ડમાં કબૂલી લીધું છે.અતાઉલની કબૂલાતના આધારે એવો માહોલ બની ગયો કે હવે આ કેસ પૂરો થઈ જશે અને અનિરુદ્ધસિંહની મુશ્કેલી વધશે. પરંતુ હવે એવી સ્ફોટક માહિતી હાથ લાગી છે, જેનાથી પોલીસના નામે વહેતી થયેલી વાત ખોટી સાબિત થઈ છે.અતાઉલના રિમાન્ડ પૂરા થયા પછી તેને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે જજ સામે જ વટાણા વેરી નાખ્યા. પોલીસે તેની પાસે બળજબરીપૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ સ્ટેટમેન્ટ લેવડાવ્યું હોવાનો તેણે કોર્ટમાં દાવો કર્યો.આ કેસ સાથે સંકળાયેલા એક વકીલે મીડિયા ને આપેલી માહિતી પ્રમાણે, અતાઉલે ગોંડલની કોર્ટમાં કહ્યું, હું અગાઉ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં હતો. પછી ગોંડલ તાલુકા પોલીસે મારી કસ્ટડી લીધી. હું જ્યારે કસ્ટડીમાં હતો ત્યારે LCBના અધિકારીઓ અને તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારીએ વીડિયો કોન્ફરન્સથી મારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું.વકીલના જણાવ્યા પ્રમાણે અતાઉલે કોર્ટ સમક્ષ દાવો કર્યો કે, વીડિયો કોન્ફરન્સથી સ્ટેટમેન્ટ રેકોર્ડ કરતા સમયે મને દબાણ કરવામાં આવ્યું કે હું અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ લઉં.અમિત ખુંટ આત્મહત્યા કેસમાં પોલીસની તપાસ પણ શરૂઆતથી જ સવાલોના ઘેરામાં રહી છે. આ મુદ્દે વધુ એક વિવાદ અતાઉલના સ્ટેટમેન્ટથી ઉમેરાયો છે.પોલીસે ખોટી રીતે સાડા 14 કલાક ગોંધી રાખ્યાનો અતાઉલનો દાવો તેણે કોર્ટમાં એવો પણ દાવો કર્યો કે, તેને 20 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, પરંતુ તેની સત્તાવાર ધરપકડ બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે 4:00 વાગ્યે બતાવવામાં આવી હતી. 


આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર કસ્ટડીમાં રાખીને તેની પાસેથી દબાણપૂર્વક નિવેદન લેવામાં આવ્યું હતું.રાજકોટમાં ધરપકડ થયા બાદ ગોંડલ તાલુકા પોલીસે અતાઉલના રિમાંડ મેળવ્યા હતા.કાયદાની આંટીઘૂંટીમાં આ રીતે ફસાયો અતાઉલ મણિયાર પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ તેમજ રાજદીપસિંહ સહિત ચાર આરોપી સામે નામજોગ ફરિયાદ થઇ હતી. ત્યાર બાદ આરોપીઓની પૂછપરછમાં રહીમ મકરાણી અને અતાઉલનું નામ ખુલ્યું હતું. જો કે આ બન્ને શખ્સ જે દિવસે અમિતે આપઘાત કર્યો તે દિવસથી ફરાર થઇ ગયા હતા.અતાઉલના કોર્ટ સમક્ષ આવા દાવા બાદ ફરી એકવાર અમિત ખુંટ હત્યા કેસ ચર્ચામાં આવી ચુક્યો છે. કારણ કે અમિત ખુંટની જયરાજસિંહની નજીકના લોકોમાં ગણતા થતી હતી.અમિત ખુંટની આત્મહત્યાનો કેસ આટલો હાઇપ્રોફાઇલ કેમ બની ગયો? 37 વર્ષિય યુવાન અમિત ખુંટ રિબડાનો વતની હતો. રિબડા એટલે અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ વતન અને એમના વર્ચસ્વવાળો વિસ્તાર કહેવાય. જો કે રાજકીય રીતે અમિત ખુંટ જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો. અમિત ખુંટ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ચર્ચામાં આવ્યા હતો. ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામ સામે આવી ગયા હતા. 8 ડિસેમ્બર, 2022ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાનો વિજય થયો હતો. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રીબડા ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા.રાજદીપે અમિત ખુંટને બંદૂક બતાવી ધમકાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો સ્નેહમિલનના બીજા જ દિવસે અમિત ખૂંટ પર હુમલાની ઘટના ઘટી હતી. તે સમયે અમિત ખુંટે જણાવ્યું હતું કે, મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂકની નાળ મૂકી, ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાકધમકી આપી હતી. આ ઘટનાથી અમિત ખુંટ ચર્ચામાં આવ્યો હતો. પછી 3 મે, 2025ના રોજ તેની સામે એક સગીરાએ રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5મી મેના રોજ અમિત ખુંટે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.અમિત ખુંટ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાએ હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનું લખાણ લખેલું હતું. એટલે પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જોગાનુજોગ કહો કે પોલીસની સારી કામગીરી. અનિરુદ્ધસિંહ હાજર થયાના માત્ર 24 કલાકમાં જ અતાઉલ પણ રાજકોટમાંથી ઝડપાઇ ગયો હતો.

Reporter: admin

Related Post