આજે પવિત્ર 'મહાશિવરાત્રી' પર્વની રાજ્યભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

આ અવસરે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા શાંતિધામ સંકુલ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિધામ સંકુલના અગ્રણીએ મહાશિવરાત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં ચાર રાત્રિઓનું વિશેષ મહત્વ છે: કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારુણા. જેમાંથી શિવરાત્રી એટલે કે મહારાત્રિએ ભગવાન શિવનું યજન અને પૂજન કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

માંજલપુર ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ૨૫મો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞનો સમય સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી ચાલશે વિશેષ પૂજા: રાત્રિ દરમિયાન શિવજીની ચાર પ્રહરની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજકો દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી હતી કે આજના દિવસે 'ઓમ નમઃ શિવાયના જાપ અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. શિવ એટલે કલ્યાણ, અને દેવાધિદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે.




Reporter: admin







