ન્યૂયોર્ક : સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસમાં વધુ સમય રહેવા બદલ વધારાની રકમ નહીં ચૂકવવામાં આવે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ નિર્ણય નાસાના નિયમોને ધ્યાને લઈને કરવામાં આવ્યો છે. બંને અવકાશયાત્રીઓ નિયત સમય કરતા ૨૭૮ દિવસ વધુ સ્પેસમાં રહ્યાં હતાં. નાસાના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, તેમની અવકાશ યાત્રામાં જોખમ હોવા છતાં જ્યારે પગારની વાત આવે ત્યારે અવકાશયાત્રીઓ સાથે બિઝનેસ ટ્રીપ લેનારા અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ વ્યવહાર કરવામાં આવશે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેલા અવકાશયાત્રીઓને ઓવરટાઈમ, રજા અને વિકેન્ડનો પગાર મળતો નથી. નાસાના નિયમો અનુસાર, કોઈપણ સ્થાને મુસાફરી માટે આકસ્મિક ભથ્થું પ્રતિ દિવસ ૫ ડોલર હોય છે. વિલ્મોર અને સુનિતાને તેમની વાર્ષિક સેલેરી ૧૫૨,૨૫૮ ડોલરની સાથે વધારાના ૨૮૬ દિવસો માટે ૧,૪૩૦ ડોલર આપવામાં આવશે.
Reporter: admin







