News Portal...

Breaking News :

કોરોનામાં વધારાની તકેદારીના ભાગરુપે ૭૫ ટકા દર્દીઓને એન્‍ટીબાયોટિક દવાઓના ડોઝ અપાયા હતા

2024-05-09 10:23:37
કોરોનામાં વધારાની તકેદારીના ભાગરુપે ૭૫ ટકા દર્દીઓને એન્‍ટીબાયોટિક દવાઓના ડોઝ અપાયા હતા


વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા  હાથ ધરાયેલા તાજેતરના અભ્‍યાસમાં કોરોના દરમિયાન એન્‍ટી બાયોટિક દવાના વધુ ઉપયોગ અંગે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્‍યો છે. ઓવર એન્‍ટીબાયોટિકસથી સુપર બગ એટલે કે એન્‍ટીબાઇક્રોબિયલ રેજિસ્‍ટેંસ (એએમઆર)ને વધુ ફેલાવી દીધો છે. 

 દુનિયા ભરમાં જે લોકો કોવિડ પોઝિટિવ થયેલા લોકો હોસ્‍પિટલમાં ભરતી થયેલા હતા તેમાંથી માંથી માત્ર ૮ ટકાને બેકટેરિયલ સંક્રમણ થયું હતું જેમને ખાસ તો એન્‍ટી બાયોટિકસની જરુર હતી,

કોરોનામાં વધારાની તકેદારીના ભાગરુપે ૭૫ ટકા દર્દીઓને એન્‍ટીબાયોટિક દવાઓના ડોઝ આપવામાં આવ્‍યા હતા. પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં સૌથી ઓછી લગભગ ૩૩ ટકા દર્દીઓને એન્‍ટીબાયોટિક આપવામાં આવી હતી.જયારે આફ્રિકાના દેશોમાં આનું પ્રમાણ ૮૩ ટકા જેટલું હતું.૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન યુરોપ અને અમેરિકામાં તબીબોએ દર્દીઓએ સૌથી વધુ એન્‍ટીબાયોટિક દવાઓ લખી આપી હતી.

યુએનના સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના એએમઆર ક્ષેત્રના સર્વિલાંસ એવિડેંસ એન્‍ડ લેબોરેટકી યુનિટના પ્રમુખ ડો સિલ્‍વિયા બરટૈગ્નોલિયોએ કહયું હતું કે જો કોઇ દર્દીને એન્‍ટીબાયોટિકસની જરુરિયાત હોયતો તેના ફાયદા ઉપરાંત સાઇડ ઇફેકટસ પણ હોય છે આથી જરુર ના હોય ત્‍યારે એન્‍ટીબાયોટિકસ આપવાથી કોઇ લાભ થતો નથી પરંતુ નુકસાન જરુર થાય છે. તેનો વધુ પડતો ઉપયોગ એએમઆરનો પ્રસાર વધારે છે.


એન્‍ટીબાયોટિકસનો જરુર પડતો ઉપયોગ કરીને દર્દીઓને બિન જરુરી ખતરાથી બચાવી શકાય છે. સ્‍ટડીમાં સ્‍પષ્ટ જણાવાયું છે કે 

કોવિડ-૧૯ની સારવારમાં એન્‍ટીબાયોટિકસનો કોઇ જ ફાયદો થયો નથી. કેટલાય લોકોમાં બેકટેરિયલ ઇન્‍ફેકશન હતું જ નહી.

 વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાનો આ સ્‍ટડી ૨૦૨૦ થી ૨૦૨૩ માર્ચ સુધી કુલ ૬૫ દેશોના કોવિડના કારણે ભરતી થયેલા દર્દીઓ પર હતો.

Reporter: News Plus

Related Post