News Portal...

Breaking News :

માર્કેટમાં મનમાની.... ખેડૂતોની દુકાનો સામે વાહનો મૂકીને ધંધો કરનારાઓ નો અડિંગો... આ લોકોના માથે કોનો હાથ...?

2024-05-23 11:35:05
માર્કેટમાં મનમાની.... ખેડૂતોની દુકાનો સામે વાહનો મૂકીને ધંધો કરનારાઓ નો અડિંગો...   આ લોકોના માથે કોનો હાથ...?


ખંડેરાવ માર્કેટની પાછળનો વિસ્તાર એક સ્વતંત્ર દેશ જેવો થઈ ગયો છે જ્યાં અસામાજિક તત્વોનું ખુલ્લું રાજ ચાલે છે.ત્યાં મનપા અને ટ્રાફિક પોલીસ,દબાણ શાખાની હદ પુરી થઈ જાય છે.આ એવી જગ્યા છે જ્યાં કોર્પોરેટર નું ઉપજતું નથી અને કાયદાની કોઈ એજન્સીનું રાજ ચાલતું નથી.



  અહીં ખેડૂત વેપારીઓએ મોટું મૂડીરોકાણ કરીને દુકાનો ખરીદી છે.પોતાના ઉત્પાદનો નો અથવા કૃષિ પેદાશોની આડતનો વેપાર કરે છે. એમની દુકાનોની સામે જ,રસ્તાની વચ્ચોવચ્ચ માથાભારે લોકો પોતાની ગાડીઓ પાર્ક કરીને ધંધો કરે છે. બાપડા વેપારીઓનું આ ગુંડાતત્વો ને શરમાવે એવા લોકો સામે કશું જ ચાલતું નથી.એટલે કેટલાક વેપારીઓ એ આને કમાણી નો અવસર બનાવી દીધો છે.આ વેપારીઓ એમની દુકાન સામે ગાડી ઉભી રાખીને ધંધો કરવો હોય તો રૂ.૧૦૦૦ લઈને આવી છૂટ આપે છે.રસ્તો કોર્પોરેશન નો છે કમાણી વેપારીઓ કરે છે,હાલાકી જનતા ભોગવે છે.કોર્પોરેશન ના બાબુઓ એસી માં ઊંઘે છે.એમની આંખો કશું ખોટું જોતી જ નથી.

 ૧૦૮ ને અહીથી નીકળવું હોય તો દર્દીને રામભરોસે છોડીને નીકળવાનો પ્રયત્ન કરવો પડે.ક્યારેક આગ લાગે તો બંબો નીકળતા નાકે દમ આવે. બાળકો ને પગપાળા સ્કૂલ માં આવતા જતા,બહેનો દીકરીઓને પસાર થતા અકસ્માતની બીક લાગે.પણ સત્તાવાળા બધાજ નચિંત છે.મેયર કે અન્ય પદાધિકારીઓ ને ક્યારેય કચેરીની પાછળ લટાર મારવાની ફુરસદ નથી.આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી થાય છે.પણ રસ્તા વચ્ચે ઉભી રહીને વેપાર કરતી આ ગાડીઓ કદાચ કાયદેસર ઊભી રહેતી હશે એટલે એમને કોઈ છેડતું જ નથી.સત્તા પક્ષને આંતરિક જૂથબંધી સામે ઝઝૂમવા સિવાય પ્રજાના હિતની ભાગ્યેજ ચિંતા છે.મહાપાલિકા કમિશનરનું વાહન આ બાજુ થી ભૂલેચૂકે ય ના નીકળે એની કારભારીઓ ખૂબ કાળજી રાખે છે.સાહેબ જુવે તો કશું કહેને? એ કંઈ આ શહેરની ભૂગોળ ના જાણકાર નથી.એટલે એમને જરૂરી હોય એટલા વિસ્તાર જ બતાવવાના.આ વાહનધારી રસ્તો રોકીને વેપાર કરનારા વેપારીઓ ના માથે નક્કી કોઈ મોટી ટોપી અથવા ટોપીઓ નો હાથ છે.અને હાલમાં સામાજિક વાતાવરણ એવું છે કે ભગવાનની નારાજગી ની ચિંતા કરવાને બદલે મોટી ટોપીઓ ને ખુશ રાખવામાં આ લોક સુધરી જાય છે.પરલોક જોયું જ કોણે છે?

Reporter: News Plus

Related Post