દિલ્હી:બુધવારે સરકારે ખરીફ-૨૦૨૬ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાશિક (પી એન્ડ કે) ખાતર પર સબસિડીમાં ૧૨ ટકાના વધારાને મંજૂરી આપી છે. આ સબસિડી ૪૧,૫૩૪ કરોડ રૂપિયાની હશે.
આ નિર્ણય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે વૈશ્વિક કીંમતોમાં થઇ રહેલા વધારાથી ખેડૂતોને બચાવવા માટે લેવામાં આવ્યો છે. ખરીફ ૨૦૨૫ સિઝન માટે પી એન્ડ કે ખાતર પર સબસિડી ૩૭,૨૧૬ કરોડ રૂપિયા હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં આવનાર સબસિડીનાં દરો નક્કી કરવામાં આવ્યા છે.ખરીફ ૨૦૨૬ માટે સરકારે નાઇટ્રોજન પર સબસિડી ૪૭.૩૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૪૩.૦૨ પ્રતિ કિલોગ્રામ), ફોસ્ફેટ પર ૫૨.૭૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૪૭.૯૬ પ્રતિ કિલોગ્રામ), સલ્ફર પર ૩.૧૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ (અગાઉ ૨.૮૭ પ્રતિ કિલોગ્રામ) નક્કી કરવામાં આવી છે.
પોટાશ પર સબસિડી ૨.૩૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સ્થિર રાખવામાં આવી છે.કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં રાજસ્થાન ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટની પડતરમાં મોટો વધારો કરી ૭૯,૪૫૯ કરોડ રૃપિયા કરવાને મંજૂરી આપવામાં આવી છે.આ સાથે જ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)થી એડિશનલ ઇક્વિટી સહાયતાને પણ મંજૂરી આપવામાં આવી છે કારણકે સરકાર દેશમાં રિફાઇનરિંગ અને પેટ્રોકેમિકલ ક્ષમતાનું વિસ્તાર કરવા પર ભાર મૂકી રહી છે.
Reporter: admin







