News Portal...

Breaking News :

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે બ્રહ્માકુમારીઝ અટલાદરામાં શાંતિ અને યોગ માટે ભવ્ય વોક રેલી યોજાઈ

2026-06-15 11:13:37
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે બ્રહ્માકુમારીઝ અટલાદરામાં શાંતિ અને યોગ માટે ભવ્ય વોક રેલી યોજાઈ


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે બ્રહ્માકુમારીઝ અટલાદરામાં શાંતિ અને યોગ માટે ભવ્ય વોક રેલી યોજાઈ


આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા આજે “વોક ફોર પીસ એન્ડ યોગા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ, સ્વાસ્થ્ય અને યોગ પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બ્રહ્માકુમારીઝ અટલાદરા કેન્દ્રના સંચાલિકા બી.કે. ડો. અરૂણાદીદીએ તમામ મહેમાનો અને ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરી  યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.  શાંતિ તથા સ્વાસ્થ્યનો સંદેશ આપતી “વોક ફોર પીસ એન્ડ યોગા” રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યોગ અને શાંતિ જાગૃતિને એકસાથે જોડતો આ પ્રકારનો અનોખો પ્રયોગ પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, એકતા અને આધ્યાત્મિકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમના ફ્લેગ ઓફ અટલાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડે કર્યુ હ્તુ. સાથે એસ.ઓ.જી.ના જીતેન્દ્રભાઈ અને આસિફભાઈ, ડો. જાન્હવીબેન, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી સંગીતાબેન, ભાજપના કન્વીનર શ્રી જીગ્નેશભાઈ અને ખ્યાતિબેન, ૨૧મી ખડાયતા પરિષદના ઉપપ્રમુખ  મીતાબેન તેમજ SVVP સાઉથ ઝોનના પ્રમુખ  વિપુલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post