News Portal...

Breaking News :

સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચતુર્થીની ભવ્ય ઉજવણી

2026-05-05 13:34:02
સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચતુર્થીની ભવ્ય ઉજવણી


વડોદરાના ભાવનપુરા સ્થિત ઐતિહાસિક સિદ્ધિ વિનાયક મંદિરે આજે અંગારકી ચતુર્થી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 

વહેલી સવારથી જ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ દાદાને પ્રિય એવા દૂર્વા અને ગોળના લાડુનો ભોગ ધરીને ધન્યતા અનુભવી હતી.મંદિરના પૂજારી શૈલેષ મહારાજના જણાવ્યા અનુસાર, આજે રાત્રે ૧૦:૧૯ કલાકે મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

આ પવિત્ર દિવસે પૂજન કરવાથી ગ્રહદોષોનું નિવારણ થાય છે તેવી માન્યતા છે. વધુમાં, આગામી ૧૭ મેથી ૧૫ જૂન દરમિયાન મંદિરમાં ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા ભાવિકોને આમંત્રણ અપાયું છે.

Reporter: admin

Related Post