News Portal...

Breaking News :

પાટનગર પંથકમાં એક આખું ગામ વેચાઈ ગયું

2024-07-14 10:56:07
પાટનગર પંથકમાં એક આખું ગામ વેચાઈ ગયું


ગાંધીનગર: પાટનગર પંથકમાં એક આખું ગામ, ગ્રામીણો ની જાણ બહાર વેચાઈ ગયાની વાત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.


વાત છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામની ગ્રામજનોની જાણ બહાર આખે આખું ગામ બારોબાર વેચી મારવામાં આવ્યું હોવાની રજૂઆત થતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી છે. પહાડીયા ગામ મુદ્દે દહેગામના ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પોતાના પત્રમાં આખી ઘટનાની તપાસ કરીને કસૂરવારો સામે પગલાં ભરવાની માંગણી કરી છે. તો બીજી બાજુ સબ રજિસ્ટ્રારનું કહેવું છે કે સાત-બારમાં જે ખેડૂતોનાં નામ ચાલે છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે. હવે ગ્રામજનો પોતાના હક માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.ગાંધીનગરના પહાડીયા ગામ અંગે પાપ્ત વિગતાનુસાર, દહેગામના સુજાના મુવાડા પહાડિયા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવે છે.


જૂના પહાડિયા ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત 23 જૂનના રોજ રજિસ્ટર દસ્તાવેજથી અન્યને વેચી મારી હોવાની વાત સામે આવી હતી.આ જ વાત જ્યારે ગ્રામજનોના ધ્યાને આવતાં તેઓએ તાલુકા સેવા સદન ખાતે દસ્તાવેજ રદ કરવાની અને ન્યાયની માગ સાથે દહેગામ મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યા છે.ગાંધીનગર જીલ્લામાં જૂના પહાડિયા ગામને વસાવવા માટે અંદાજે 50 વર્ષ પહેલા જમીન-માલિકે અમુક રકમ લઈ સ્વેચ્છાએ જમીન આપી હતી. આમ છ્તા લગભગ 14,597 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ જમીન-માલિકના વારસદારોએ અન્ય વ્યક્તિને કરી આપ્યાની રજૂઆત થઈ છે.આખે આખું ગામ વેચાઈ જવાની વાત જંગલની આગ માફક ફેલાઈ જતાં ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Reporter: admin

Related Post