News Portal...

Breaking News :

22 ડિસેમ્બર 2032માં એક લઘુગ્રહ ચન્દ્ર પર ટકરાશે : ભ્રમણ કરતાં સેટેલાઇટ્સને નુકશાન કરશે

2026-01-31 10:30:03
22 ડિસેમ્બર 2032માં એક લઘુગ્રહ ચન્દ્ર પર ટકરાશે : ભ્રમણ કરતાં સેટેલાઇટ્સને નુકશાન કરશે


બેઈજિંગ: વિવિધ કંપનીઓ અને દેશો દ્વારા સ્પેસમાં મોકલવામાં આવતાં સેટેલાઇટ્સની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે હવે અંતરિક્ષમાં કોઇપણ આફત આવે તો તેની પૃથ્વી પર મોટી અસર થઇ શકે છે. 


બેઈજિંગની એક યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બર 2032માં એક લઘુગ્રહ ચન્દ્ર પર ટકરાશે અને આ ટક્કર એટલી જોરદાર હશે કે તેના કારણે ચન્દ્ર પરથી ધૂળ પૃથ્વી ભણી ફેંકાશે. આ ચન્દ્રરજ પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં સેટેલાઇટ્સને નુકશાન કરશે તો પૃથ્વી પર ઇન્ટરનેટ અને નેવિગેશન સિસ્ટમ ઠપ થઇ શકે છે.લઘુગ્રહ યાને એસ્ટેરોઇડ 2024 વાયઆર૪ લગભગ 60 મીટર પહોળો છે. વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બર 2032માં તે ચન્દ્ર પર ટકરાવાની સંભાવના ચાર ટકા જેટલી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ સંભાવના ઓછી છે પણ જો આમ બને તો તેની અસર એટલી પ્રચંડ હશે કે પૃથ્વી પર સંદેશાવ્યવહાર સુદ્ધાં ખોરવાઇ જશે. ચીનની યુનિવર્સિટીના એક રિસર્ચ પેપર અનુસાર જો આ લઘુગ્રહ અને ચન્દ્ર વચ્ચે ટક્કર થશે તો તેમાંથી એક મધ્યમ કદના થર્મોન્યુકિલયર વિસ્ફોટ જેટલી ઉર્જા નીકળશે. 


ચન્દ્ર પર આ ટક્કરનીઅસર અભૂતપૂર્વ હશે. આ ટક્કરને કારણે લગભગ એક કિલોમીટર પહોળો ખાડો પડી જશે. આ ટક્કરની અસરને કારણે ચન્દ્ર પર લગભગ પાંચ મેગ્નિટયુડનો ભૂકંપ પણ આવશે.આ ભૂકંપને સંશોધકો સંશોધનની અભૂતપૂર્વ તક માને છે. આના કારણે ચન્દ્રની આંતરિક સંરચના વિશે જાણવાની વિજ્ઞાાનીઓને તક મળશે. આ ટક્કરને કારણે મોટા પ્રમાણમાં ચન્દ્ર રજ અંતરિક્ષમાં ફેલાઇ જશે. આ ચન્દ્રરજ પૃથ્વી પર પણ આવી શકે છે. આ ટક્કરને પૃથ્વી પર દક્ષિણ અમેરિકા, ઉત્તર આફ્રિકા અને અરબ ટાપુઓના હિસ્સાઓમાંથી નરી આંખે જોઇ શકાશે તેમ સંશોધકોએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post