મુંબઈના શેરબજારમાં ફિલ્મ જગતના મહાનાયક Amitabh Bachchan ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રોકાણ જગતમાં સૌથી જાણીતા સેલિબ્રિટી ઈન્વેસ્ટર્સમાંના એક બિગ બીએ મધ્યપ્રદેશ આધારિત સ્ટીલ વાયર બનાવતી સ્મોલકૅપ કંપની ડીપી વાયર્સમાં પોતાની હિસ્સેદારીમાં મોટો ફેરફાર કર્યો છે.
મંગળવારે થયેલી એક મોટી બલ્ક ડીલ હેઠળ અમિતાભ બચ્ચને કંપનીમાં તેમની કુલ હિસ્સેદારીમાંથી લગભગ 1 ટકા શેર ઓપન માર્કેટમાં વેચી દીધા. NSEના આંકડા મુજબ આ ટ્રાન્ઝેક્શન સરેરાશ ₹200.84 પ્રતિ શેરના ભાવે પૂર્ણ થયું હતું, જેની કુલ કિંમત અંદાજે ₹2.48 કરોડ રહી.
રસપ્રદ બાબત એ છે કે એક તરફ તેમણે ઊંચા ભાવ પર શેર વેચ્યા, તો બીજી તરફ નીચા સ્તરે ફરી નવી ખરીદી પણ કરી. મળતી માહિતી મુજબ તેમણે ₹199.90 પ્રતિ શેરના સરેરાશ ભાવે લગભગ ₹83.09 લાખની નવી ખરીદી કરી છે.
બજાર વિશ્લેષકોનું માનવું છે કે આવી સ્મોલકૅપ કંપનીમાં મોટા નામનું આ રીતે એક્ટિવ રહેવું રિટેલ રોકાણકારોનું ધ્યાન ખેંચે છે. જોકે, આ લેવડદેવડમાં સામેના ખરીદદારો કોણ હતા તેની માહિતી હાલમાં સ્ટોક એક્સચેન્જ પર જાહેર કરવામાં આવી નથી.
Reporter: admin







