યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 4 જુલાઈ, 2026ના રોજ પોતાની સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'America 250' નામે ભવ્ય રાષ્ટ્રીય ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસંગને દેશના ઇતિહાસની સૌથી મોટી ઉજવણી તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં વિવિધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ ઉજવણી માત્ર પરંપરાગત સ્વતંત્રતા દિવસ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ વર્ષભર ચાલનારા અનેક વિશેષ કાર્યક્રમો, સ્મારક સમારોહ, ઐતિહાસિક સ્થળોએ આયોજનો, સ્પર્ધાત્મક અભિયાનો અને જાહેર જનજાગૃતિ અભિયાનનો સમાવેશ કરશે.
'America 250' અંતર્ગત દેશભરમાં બે સમાનાંતર રાષ્ટ્રીય અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઉજવણીના સત્તાવાર લોગોને લઈને પણ જાહેર સ્તરે ચર્ચા અને મતભેદ જોવા મળી રહ્યા છે.
આ ઐતિહાસિક ઉજવણીનો સત્તાવાર પ્રારંભ 31 ડિસેમ્બર, 2025ના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે યોજાયેલા ન્યૂ યર ઈવ સમારોહથી કરવામાં આવ્યો હતો. ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર વર્ષ 2026 દરમિયાન ચાલુ રહેશે અને વિવિધ રાજ્યોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અમેરિકાની આ 250મી વર્ષગાંઠને દેશના ઇતિહાસ, લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતાની પરંપરાને ઉજાગર કરતી ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.
Reporter: admin







