News Portal...

Breaking News :

મેયરનો વોર્ડ અને CMની વિધાનસભામાં પણ AMC બેદરકાર, પાણી સમસ્યાથી 950થી વધુ બીમારીના કેસ

2026-06-03 14:27:41
મેયરનો વોર્ડ અને CMની વિધાનસભામાં પણ AMC બેદરકાર, પાણી સમસ્યાથી 950થી વધુ બીમારીના કેસ


મેયરનો વોર્ડ અને CMની વિધાનસભામાં પણ AMC બેદરકાર, પાણી સમસ્યાથી 950થી વધુ બીમારીના કેસ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા થલતેજ અને ગોતા વોર્ડમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈ જતા ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. ગોતા વોર્ડના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસોમાં ભારે વધારો નોંધાયો છે, જ્યાં અંદાજે 700 જેટલા કેસ સામે આવ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે.સ્થિતિ એટલી ગંભીર બની છે કે બે મહિલાઓને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આસપાસની ખાનગી હોસ્પિટલોમાં પણ 30થી 40 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા ચાર દિવસથી વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.થલતેજ વોર્ડમાં આવેલા નવરત્ન એવન્યુમાં પણ અંદાજે 200 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સતત ફરિયાદો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ઉકેલ ન મળતાં લોકોમાં નારાજગી વધી રહી છે. 

અનેક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે AMC તરફથી કોઈ પણ અધિકારી સ્થળ પર પહોંચી તપાસ કરવા આવ્યો નથી.આ ઉપરાંત વિનાયક બંગલોઝ વિસ્તારમાં પણ લગભગ 50 જેટલા લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. ચાર દિવસથી ચાલતી આ સમસ્યાને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.સ્થિતિની ગંભીરતા જોતા અમદાવાદના મેયર હિતેશ બારોટ આકાંક્ષા ફ્લેટ ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાના તાત્કાલિક નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું. જોકે, લોકો હજુ પણ તંત્રની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Reporter: admin

Related Post