News Portal...

Breaking News :

સ્થાયી સમિતિમાં તમામ કામોને મળી મંજૂરી

2025-05-16 18:30:04
સ્થાયી સમિતિમાં તમામ કામોને મળી મંજૂરી


વડોદરા : આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 20 કામો અને એક વધારાનું કામ મળી 21 કામો ની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં તમામ 21 કામોને મંજૂરી આપવામાં આવી છે.


આજે મળેલી આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આઈટી શાખા સીટી એન્જિનિયર ની ઓફિસ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા જનસંપક વિભાગ જેવા મહત્વના વિભાગોના કામોને દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચા ના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વધુ માહિતી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.

Reporter: admin

Related Post