News Portal...

Breaking News :

દરિયાઈ માર્ગ પરથી પસાર થનારા તમામ જહાજોએ ફરજિયાતપણે ઈરાની નેવી સાથે સંકલન સાધવું પડશે

2026-03-13 11:35:16
દરિયાઈ માર્ગ પરથી પસાર થનારા તમામ જહાજોએ ફરજિયાતપણે ઈરાની નેવી સાથે સંકલન સાધવું પડશે


તહેરાન : મધ્ય પૂર્વમાં વણસતી સ્થિતિ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી દીધી છે. 


ઈરાનના વિદેશ મંત્રાલયે હવે એક નવો આદેશ જાહેર કર્યો છે, જે મુજબ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થનારા તમામ જહાજોએ ફરજિયાતપણે ઈરાની નેવી સાથે સંકલન સાધવું પડશે. ખાસ કરીને તેલ અને ગેસનું પરિવહન કરતા જહાજો માટે નૌસેનાની પૂર્વ મંજૂરી લેવી હવે અનિવાર્ય બની ગઈ છે. ભારત પોતાના જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે સતત રાજદ્વારી વાતચીત કરી રહ્યું છે. 


જોકે, ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈઝરાયલ અને અમેરિકાને સાથ આપતા દેશોના જહાજોને આ વ્યૂહાત્મક માર્ગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. ઈરાનના ઉપ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, જે રાષ્ટ્રોએ આ સંઘર્ષમાં આક્રમક ભૂમિકા ભજવી છે, તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે સુરક્ષિત માર્ગની સુવિધા મળશે નહીં.

Reporter: admin

Related Post