અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તાર નજીક એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યા છે. આ ઘટના મેઘાણી નગર નજીક ટેકઓફ દરમિયાન બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. વિમાન એક ફ્લેટમાં ઘૂસી ગયું હતું.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. અહીંના મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક ગુજસેલ એરપોર્ટ નજીક આ ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથા આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, અને દુર્ભાગ્યે તમામના મૃત્યુ થયા હોવાની વાત સામે આવી રહી છે. જોકે, કોઈ સતાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી.
ઘટના સ્થળેથી ગાઢ ધુમાડાના ગોટેગોટા વસ્ત્રાપુર સુધી દેખાઈ રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાન ટેકઓફ દરમિયાન તકનીકી ખામીને કારણે નિયંત્રણ ગુમાવી બેઠું હોવાનું માનવામાં આવે છે.એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. શરૂઆતના અહેવાલો અનુસાર, વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હતો. વિમાનમાં 250 લોકો સવાર હતા. ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલા છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં થયો હતો. તમામ કટોકટી સેવાઓ બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલી છે.
Reporter: admin







