27મી જાન્યુઆરી 2026ના રોજ મળેલી આ ધમકીને પગલે એરપોર્ટ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્ત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર કેમ્પસમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ ધમકી એક અજાણ્યા ઈ-મેઈલ આઈડી aldurham420@gmail.com (Amber Durham) પરથી મોકલવામાં આવી હતી. આ મેઈલ એરપોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી dtm.amd@adani.com તેમજ અન્ય ફીડબેક આઈડી પર 27મી જાન્યુઆરીના રોજ સવારે 11.05 વાગ્યે મળ્યો હતો. ઈ-મેઈલના સબ્જેક્ટમાં 'BOMB Blast luggage Section' લખેલું હતું. મેસેજમાં જણાવાયું હતું કે, 'અમદાવાદ એરપોર્ટ ટાર્ગેટ પર છે. શીખો હિન્દુ નથી અને મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે.' આ સાથે જ એરપોર્ટને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ એરપોર્ટના ચીફ સિક્યોરિટી ઓફિસર અને અદાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સવારે 11.20 વાગ્યે 'બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી'ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. અંદાજે અડધા કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તમામ ચકાસણી કરવામાં આવી હતી. અંતે, કમિટીએ આ ધમકીને 'નોન-સ્પેસિફિક' જાહેર કરી હતી, છતાં સાવચેતીના ભાગરૂપે ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું હતું.
Reporter: admin







