News Portal...

Breaking News :

એક એવા ઉદ્યોગપતિ જે દોઢ દાયકો કેનેડામાં વિતાવ્યા બાદ વડોદરા પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

2026-06-19 10:50:41
એક એવા ઉદ્યોગપતિ જે દોઢ દાયકો કેનેડામાં વિતાવ્યા બાદ વડોદરા પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

આલેખન – જયંત સોજીત્રા 
દેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે. કંપનીનું મુખ્ય ધ્યેય “ઝેર મુક્ત ખેતી, કેન્સર મુક્ત જીવન” છે, જે માત્ર સૂત્ર નહીં પરંતુ ખેડૂતો અને સમાજના આરોગ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા “જૈવિક ભારત”ના વિઝનથી પ્રેરાઈને આ કંપની ભારતીય કૃષિને વધુ સુરક્ષિત, વૈજ્ઞાનિક અને પર્યાવરણમૈત્રી બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. કંપનીનો મુખ્ય હેતુ ખેડૂતોને એવી ખેતી તરફ દોરી જવાનો છે જેમાં ઉત્પાદન સાથે માનવ આરોગ્ય અને પર્યાવરણનું પણ સંરક્ષણ થાય.

કંપનીના સ્થાપક ડૉ. નરેન્દ્ર ઘેલાણીએ જણાવ્યુ કે  ખેડૂત, જમીન અને માનવ સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ આધારિત ખેતી પરની નિર્ભરતા ઘટાડીને  કુદરતી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. ખેતી માત્ર ઉત્પાદન વધારવાનો વિષય નથી, પરંતુ લોકો સુધી સુરક્ષિત અને સ્વસ્થ ખોરાક પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.


કેનેડામાં ૧૫ વર્ષ વિતાવ્યા પછી ડૉ. ઘેલાણી અને તેમનો પરિવાર એક મોટા હેતુ સાથે ભારત પરત ફર્યો, દિકરો  શ્રીજી ઘેલાણી કે જેઓ એ કેનેડા માં ઉચ્ચ અભ્યાસ કર્યો સાથે અને દિકરી રુજવી ઘેલાણી કે જેમણે અમેરિકા થી મેડિકલ અને બાયો ટેકનોલોજી માં ઉચ્ચ ડિગ્રી મેળવી આ અભ્યાનમાં જોડાવવા ભારત તરફ પાછા વળ્યા.  ભારતીય ખેડૂતો માટે પોતાના જ્ઞાન, વૈશ્વિક અનુભવ અને વૈજ્ઞાનિક સમજણનો ઉપયોગ કરવા, અને ખેડૂતને ઉત્પાદન અને સુરક્ષા વચ્ચે પસંદગી કરવાની ફરજ ન હોવી જોઈએ. આ વિચાર સાથે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કંપનીએ પોષક તત્વો અને લાભદાયક જીવાણુઓની શક્તિ પર કાર્ય શરૂ કર્યું  જેમ કે બેક્ટેરિયા, ફૂગ, માઇક્રોબિયલ ટેક્નોલોજી અને કુદરત આધારિત સોલ્યુશન્સ, જે જમીનની તંદુરસ્તી સુધારે, છોડને મજબૂત બનાવે અને પાકને કુદરતી રીતે સુરક્ષિત રાખે જે આપણા સ્વસ્થ માટે ખુબજ અગત્યનું છે.


આ કંપનીએ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિએન્ટ મેનેજમેન્ટ અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના સંકલન સાથે “ન્યુટ્રીટેક ફાર્મિંગ” પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિ દ્વારા ખેડૂતોને વધુ સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં સહાય મળે છે. સાથે જ જમીનની ઉર્વરતા જાળવવા અને લાંબા ગાળે કૃષિને ટકાઉ બનાવવા પર પણ ભાર મુકવામાં આવે છે.


કંપનીના જણાવ્યા અનુસાર બાયો ફર્ટિલાઇઝર અને બાયો પેસ્ટિસાઇડના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બન્યો છે. આ પ્રયાસો ભવિષ્યમાં ઝેરમુક્ત ખેતી અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Reporter: admin

Related Post