અકળાયેલા ઈરાને હવે અમેરિકાની કંપનીઓને નિશાને લેવાનું શરૂ કર્યું છે.
એમેઝોન બાદ હવે યુએઈમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખુદ ઇરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવી દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી. ઈરાને હવે ઈઝરાયલમાં ભારે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. ઈઝરાયલના વિવિધ શહેરોમાં ઈરાન તરફથી આવતી મિસાઈલોથી એલર્ટ કરતાં સાયરન વાગી રહ્યા છે. એવા અનેક દૃશ્યો પણ સામે આવ્યા છે જેમાં ઇઝરાયલમાં ભારે નુકસાની થઈ છે.
અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન બનાવી રહ્યા છે જેને લઇને ઈરાન લાલઘૂમ થયું છે. તાજેતરમાં ઈરાનના કરજમાં અમેરિકા દ્વારા એક બ્રિજ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને યુદ્ધની સ્થિતિ વકરે તેવી શક્યતા છે.
Reporter: admin







