News Portal...

Breaking News :

એક્શનથી ભરેલું ધુરંધર દ રિવેન્જનું ટ્રેલર રિલીઝ

2026-03-07 13:15:27
એક્શનથી ભરેલું ધુરંધર દ રિવેન્જનું ટ્રેલર રિલીઝ


જિયો સ્ટૂડિયોઝ અને બી62 સ્ટૂડિયોઝની ફિલ્મ ધુરંધર દ રિવેન્જનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ જોવા મળશે.



ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયું છે. પહેલા ભાગ ધુરંધરને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી હતી અને હવે તેનો બીજો ભાગ વધુ મોટા સ્કેલ અને વધુ એક્શન સાથે આવી રહ્યો છે.ટ્રેલરમાં રણવીર સિંહ જસકીરત સિંહ રંગી તરીકે ફરી જોવા મળે છે. આ વખતે તેઓ બે રૂપમાં જસકીરત અને હમઝા  નજર આવશે. 


ફિલ્મમાં આર. માધવન અજય સાન્યાલ તરીકે, અર્જુન રામપાલ આઈએસઆઈ મેજર ઇકબાલ તરીકે અને સંજય દત્ત એસપી ચૌધરી અસલમના પાત્રમાં દેખાશે. ટ્રેલરમાં ઝડપી એક્શન અને જોરદાર ડાયલોગ્સ જોવા મળે છે.ફિલ્મની ટેગલાઇન “હૌસલા. ઈંધણ. બદલો.” છે, જે ફિલ્મની બદલા પર આધારિત કહાની તરફ ઈશારો કરે છે.આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Reporter: admin

Related Post