નવી દિલ્હી : BSFના મહાનિર્દેશક નીતિન અગ્રવાલ વિરુદ્ધ ગૃહ મંત્રાલય એ મોટી કાર્યવાહી કરી છે અને તેમને પદ પરથી હટાવી દીધા છે. BSFના વિશેષ ડીજી વાય.બી.ખુરાનિયાને પણ હટાવીને ઓડિશા કેડરમાં પાછા મોકલી દેવાયા છે. જ્યારે નીતિન અગ્રવાલને તેમના વતન કેડર કેરળ પરત મોકલી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે આ પગલાને પ્રીમેચ્યોર રિપાટ્રિએશન ગણાવ્યું હતું.
એવું મનાઈ રહ્યું છે કે છેલ્લા એક વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની સતત ઘૂસણખોરી ડીજી બીએસએફ અને સ્પેશિયલ ડીજી બીએસએફને હટાવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને ભારત સરકારની આ સૌથી મોટી વહીવટી કાર્યવાહી છે, જેના લીધે સૌથી વરિષ્ઠ અધિકારીઓને દોષિત મનાયા છે.
આ સિવાય પંજાબ સેક્ટરમાંથી સતત આતંકવાદી ઘૂસણખોરીને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં અસમર્થતાને પણ આ કાર્યવાહીનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રથમ વખત છે કે બે સૌથી વરિષ્ઠ અધિકારીઓ, જેઓ કોઈપણ અર્ધલશ્કરી દળોનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમને આ રીતે હટાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.
Reporter: admin