News Portal...

Breaking News :

ગટર લાઇન સફાઈ દરમિયાન અકસ્માત : શ્રમિક મેનહોલમાં ખાબક્યો, સહકર્મીઓએ બચાવ્યો

2026-05-16 13:55:14
ગટર લાઇન સફાઈ દરમિયાન અકસ્માત : શ્રમિક મેનહોલમાં ખાબક્યો, સહકર્મીઓએ બચાવ્યો



શહેરમાં વહેલી રાત્રે ગટર લાઇનની સફાઈ અને મેન્ટેનન્સ કામગીરી દરમિયાન એક શ્રમિક મેનહોલમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. 

સદનસીબે, સ્થળ પર હાજર સહકર્મીઓની સતર્કતાના કારણે શ્રમિકનો સમયસર બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે આશરે ૧:૩૦ વાગ્યાના સમયે ગટર લાઇનમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી. ચેમ્બરમાં ભરાયેલું પાણી બહાર કાઢવા માટે પંપ ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આરિફુલ નામના શ્રમિકને અચાનક ચક્કર આવ્યા હતા. જેના કારણે તે સંતુલન ગુમાવી સીધો ઊંડા મેનહોલમાં પડી ગયો હતો.

ઘટના અંગે માહિતી આપતાં સહકર્મી મઝહર અલીએ જણાવ્યું હતું કે, “અમે ગટર લાઇનમાં કામ કરી રહ્યા હતા અને પાણી સુકવવા માટે પંપ નાખી રહ્યા હતા. તે સમયે આરિફુલને અચાનક ચક્કર આવતા તે ચેમ્બરમાં પડી ગયો હતો. બાદમાં અમારા બે માણસોએ તરત નીચે ઉતરીને તેને બહાર કાઢ્યો હતો.”ઘટના બાદ ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર મળે તે માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ગટર લાઇનમાં રહેલા ઝેરી ગેસના કારણે ગૂંગળામણ સર્જાતા અથવા અચાનક તબિયત લથડતા આ અકસ્માત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Reporter: admin

Related Post