News Portal...

Breaking News :

બુમરાહની જગ્યાએ ભારતીય ટેસ્ટ ટીમમાં મળી જગ્યા, 10 મેચમાં લઈ ચૂક્યા છે 60 વિકેટ

2026-08-03 14:37:18
બુમરાહની જગ્યાએ ભારતીય ટેસ્ટ ટીમમાં મળી જગ્યા, 10 મેચમાં લઈ ચૂક્યા છે 60 વિકેટ

જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝમાં તેઓ ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમનો ભાગ બનશે. આ સાથે જ આકિબ નબી ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ ક્રિકેટર બની ગયા છે.પોતાની પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા આકિબ નબીએ તેને સપનું સાકાર થવા જેવું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, તેને સાચો સાબિત કરવા માટે તેઓ સંપૂર્ણ મહેનત કરશે અને દેશનું નામ રોશન કરવાનો પ્રયાસ કરશે.
આકિબે પોતાની સફળતાનો શ્રેય જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ને આપ્યો છે. તેમના પિતા ગુલામ નબી ડારે જણાવ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે એક દિવસ તેમનો પુત્ર આકિબ નબી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરવામાં સફળ થશે.

પોતાની પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા આકિબ નબીએ તેને સપનું સાકાર થવા જેવું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, તેને સાચો સાબિત કરવા માટે તેઓ સંપૂર્ણ મહેનત કરશે અને દેશનું નામ રોશન કરવાનો પ્રયાસ કરશે.

આકિબે પોતાની સફળતાનો શ્રેય જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ને આપ્યો છે. તેમના પિતા ગુલામ નબી ડારે જણાવ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે એક દિવસ તેમનો પુત્ર આકિબ નબી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરવામાં સફળ થશે.

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં સારવાર બાદ પણ તેઓ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યા ન હતા, જેના કારણે આકિબ નબીને તક આપવામાં આવી છે.
આકિબે ઘરેલુ ક્રિકેટ અને ઈન્ડિયા-એ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે છેલ્લા બે સિઝનમાં સતત વિકેટ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આકિબ નબીએ માત્ર 10 મેચમાં 60 વિકેટ ઝડપી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે અને હવે તેઓ ભારતીય ટેસ્ટ ટીમમાં જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.

Reporter: admin

Related Post