નેવાર્ક: અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડવામાં આવ્યો અને પછી હાથકડી લગાવીને ભારત મોકલી દેવામાં આવ્યો.
ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને રવિવારે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો.જૈને X પર લખ્યું - મેં નેવાર્ક એરપોર્ટ પર એક યુવાન ભારતીય વિદ્યાર્થીને હાથકડી પહેરાવેલો, રડતો, ગુનેગાર જેવો વ્યવહાર થતા જોયો. તે પોતાના સપના પૂરા કરવા આવ્યો હતો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. એક NRI તરીકે, હું પોતાને નબળો અને ભાંગી પડેલો અનુભવું છું.જૈને કહ્યું કે વિદ્યાર્થી હરિયાણવીમાં કહી રહ્યો હતો - 'હું પાગલ નથી, આ લોકો મને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' વિદ્યાર્થીને શા માટે દેશનિકાલ કરવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી.તેમણે આગળ કહ્યું- આ બાળકો સવારે વિઝા લઈને ફ્લાઇટ દ્વારા આવે છે.
કોઈ કારણોસર તેઓ ઇમિગ્રેશન અધિકારીઓને તેમના આગમનનું કારણ સમજાવી શકતો નથી અને સાંજની ફ્લાઇટ દ્વારા ગુનેગારોની જેમ હાથ-પગ બાંધીને મોકલવામાં આવે છે. દરરોજ આવા 3-4 કિસ્સાઓ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા કિસ્સાઓ ઘણા વધી ગયા છે.જૈને ભારતીય દૂતાવાસ, અમેરિકા અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી. તેમણે લખ્યું - કોઈએ શોધવું જોઈએ કે આ વિદ્યાર્થી સાથે શું થઈ રહ્યું છે.આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુએસ સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કડક બની રહી છે અને નોટિસ વિના વિઝા રદ કરી રહી છે. વિદ્યાર્થીઓ પેલેસ્ટાઇનને ટેકો આપવાથી લઈને ટ્રાફિક ઉલ્લંઘન સુધીના વિવિધ કારણોસર કાનૂની મુશ્કેલીમાં મુકાય છે.અમેરિકન સરકારે બે અઠવાડિયા પહેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે.
Reporter: admin